ચાર રાજ્યોમાં ભાજપની ફતેહને પગલે જૂનાગઢમાં વિજ્યોત્સવ મનાવાયો

જૂનાગઢના ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોએ ફટાકડાની અતિશબાજી કરી એકબીજાના મોં મીઠા કરાવ્યા

જૂનાગઢ : દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની યોજયેલી ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. જેમાં ચાર રાજ્યોમાં ભાજપે વિજયી વાવટા ફરકાવતા સમગ્ર દેશમાં ભાજપની છાવણીમાં ખુશાલીનું મોજું ફરી વળ્યું છે. જેના પગલે જૂનાગઢમાં પણ ભાજપ દ્વારા વિજ્યોત્સવ મનાવવામાં આવ્યો હતો અને ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોએ ફટાકડાની અતિશબાજી કરી એકબીજાના મોં મીઠા કરાવ્યા હતા.

ચાર રાજ્યોના ભાજપના વિજયની જુનાગઢમાં ભાજપ દ્વારા હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી અને જૂનાગઢ શહેરમાં ભાજપના અગ્રણીઓ તેમજ કાર્યકરોએ ફટાકડા ફોડીને વિજ્યોત્સવ મનાવ્યો હતો તેમજ એકબીજાના મોં મીઠા કરાવ્યા હતા. આ તકે મનપાની સ્ટેડિગ કમિટીના ચેરમેન હરેશભાઇ પરસાણા તેમજ ભાજપ અગ્રણી રાકેશભાઈ ધુલેશિયા અને સંજયભાઈ મનવરે જણાવ્યું હતું કે,ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે બહુમતી સાથે વિજય મેળવ્યો છે. જે બદલ જૂનાગઢમાં વિજ્યોત્સવ મનાવાયો હતો અને ચાર રાજ્યોની ચૂંટણીમાં ત્યાંના મતદારોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાષ્ટ્વાદ તેમજ વિકાસમાં વિશ્વાસ કરીને ભાજપને સતા સોંપી છે.જે બદલ ચારેય રાજ્યોના મતદારોનો પણ આભાર માન્યો હતો.