વંથલી પંથકમાં ખેતરોમાં જેટકો દ્વારા આડેધડ વિજપોલ નાખવા સામે ખેડૂતોનો વિરોધ

કીશાન કાંતિ ટ્રસ્ટના નેજા હેઠળ ખેડૂતોએ કલેકટરને આવેદન આપી ન્યાયની માંગ કરી

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના વંથલી પંથકમાં ખેતરોમાં જેટકો દ્વારા આડેધડ વિજપોલ નાખવા સામે ખેડૂતોમાં વિરોધ ઉઠ્યો છે. મંજૂરી વગર વીજતાર અને વિજપોલ નાખવાથી ભારે નુકશાન થતું હોવાથી ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. આ મામલે કીશાન કાંતિ ટ્રસ્ટના નેજા હેઠળ ખેડૂતોએ કલેકટરને આવેદન આપી ન્યાયની માંગ કરી છે.

આવેદનમાં જણાવ્યા મુજબ કિશાન ક્રતિ ટ્રસ્ટ – ગુજરાતને જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના થાણાપીપીલી અને ભાટિયા ગામના ખેડૂતોની માલિકીના ખેતરમાં જેટકો દ્વારા ભારે રેડીયેશન ધરાવતા ડી.વી. ના વીજ તાર અને સ્તંભ લગાવવા માટે ખેડૂતોની પૂર્વ મંજુરી વગર તેમજ મૌખિક સૂચના વગર ગેરકાયદે પ્રવેશ તેમજ સર્વે કરીને યેનકેન પ્રકારે આ કામગીરી પુરી કરવા માટેની યોજના ઘડાઇ રહી છે. તેના અનુસંધાને આ સંસ્થાને ખેડૂતોની ફરિયાદ મળી છે.આથી સંસ્થા સ્થળ તપાસમા જતા એવું જાણવા મળ્યું છે કે સરકારી ખરાબાની જમીનમાં આ કામગીરી થાય તેવી સંભાવના હોવા છતાં પણ જેટકો દ્વારા યેનકેન પ્રકારેમો સરકારી જમીનમાં કામગીરી કરવાનું ટાળી રહ્યા છે

ચોક્કસ ઇસમોને ફાયદો થાય અને સરકારને કરોડોનું નુકસાન થાય તેમજ વિના વિક્ષેપથી સરકારી જમીન મળતી હોવા છતાં શા માટે જેટકોના અધિકારીઓ આ વાત ટાળી રહ્યા છે. જયારે વાઇન ઉભી કરવા માટે ખેડૂતનો વિરોધ થવા છતાં આપની કોર્ટમાં જેટકોએ આરજી દાખલ કરે એ પછી અધિક કલેકટર બામણીયાએ ૨-૨ વખત લાઇન રી-સર્વે માટે ઓર્ડર કરેલા હતા. તો પણ આજ દિવસ સુધી ખેડૂતો સાથે આ બાબતે ચર્ચા કરેલ નથી તેમજ રી-સર્વે પણ કર્યો નથી.રી-સર્વેમાં સરકારી ખરાબાની જમીનમાં વીજ લાઈન નાખી શકાય તેવી શાક્યતા છે. છતાં પણ શા માટે ખેતી લાયક જમીનનો અને ખેડૂતોની રોજગારીનો ભોગ લેવાઈ રહ્યો છે. તેથી આ બાબતે તપાસ કરીને યોગ્ય ન્યાય આપવાની માંગ કરી છે.