આદ્રી ખાતે સર્વ રોગ આયુર્વેદ- હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ યોજાયો

(કિશન વાળા) માળીયા હાટીના : માળીયા હાટીના તાલુકાના આદ્રી ખાતે આયુર્વેદ-હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું આયોજન કરાયું હતું જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

૭૫માં આઝાદી કા અમૃત મહોત્સવ ઇન્ડિયા , અંતર્ગત નિયામક, આયુષની કચેરી, ગાંધીનગર તથા જિલ્લા વિકાસ અધિકારી, જૂનાગઢના માર્ગદર્શન મુજબ, જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, જુનાગઢની સુચના મુજબ સરકારી આયુર્વેદ દવાખાનુ વિસણવેલ અને સરકારી હોમિયોપેથી દવાખાનુ ભાટગામ અને મહકાળી ગૌશાળા ટ્રસ્ટ અને આદ્રી ગ્રામપંચાયતના સયુક્ત ઉપક્રમે આદ્રી ખાતે સ્વ.મયુરભાઇ રાજ્સીભાઇ જોટવાની પ્રથમ માસીક પુણ્યતિથી નિમિતે નિ:શુલ્ક મેગા આયુર્વેદ – હોમિયોપેથી સર્વરોગ નિદાન – સારવાર કેમ્પ યોજાયો હતો.

વેરાવળ મત વિસ્તારના પુર્વ ધારાસભ્ય રાજસીભાઇ જોટવા તથા અન્ય સ્થાનિક સમાજિક અગ્રણીયો અને ઉપસ્થીત આયુર્વેદ તબીબો દ્વારા દિપ પ્રાગટ્ય કરી, આ કેમ્પને ખુલ્લો મુકવામા આવ્યો હતો. આ તકે, પુર્વ ધારાસભ્યએ જણાવેલ કે આયુર્વેદએ આપણા ભારતીયોની પરમ્પરાનો એક ભાગ છે અને આયુર્વેદના સિધ્ધાંતોને અનુસારીને લાઇફ સ્ટાઇલ ડિસોર્ડર્સના વધતા પ્રમાણને કાબુ કરી શકાય છે જે માટે વધુને વધુ લોકો આયુર્વેદની જાણે અને ઘરગથ્થુ ઉપચારો ન કરતા, સરકાર તરફ્થી મળતી આયુર્વેદની સેવાઓનો લાભ લેવા અનુરોધ કરેલ હતો.

આ કેમ્પમાં નિદાન સારવાર ઉપરાંત, આદ્રીની વિવિધ શાળઓમા આયુર્વેદ તજગ્નો અને યોગ નિષ્ણાંતો દ્વારા આયુર્વેદના સિધ્ધાંતો અનુસાર સ્વસ્થ જિવનશૈલી અને યોગ બાબતે માર્ગદર્શન આપવામા આવ્યું હતું. આ કેમ્પમાં વિવિધ આયુર્વેદ- હોમિયોપેથી નિષ્ણાંતો દ્વારા સેવા આપવામા આવેલ , જેમા 848 દર્દીઓએ ( આયુર્વેદ અને હોમિયોપેથી સારવારનો ) લાભ લિધેલ . આ ઉપરાંત આ કેમ્પ દરમીયાન 85 દર્દીઓને અગ્નીકર્મ, 180 લાભાર્થીઓએ બી.પી. – ડાયાબીટીસની તપાસ, 4 કુપોષીત બાળકો અને 17 સગર્ભા બહેનોની તપાસ અને એ સબંધીત આયુર્વેદ- હોમિયોપેથી દવાઓનુ વિતરણ , 1500 જેટલા લાભાર્થીઓએ ઉકાળા અને આર્સેનિક આલ્બા ( હોમિયોપેથી દવા ) નો લાભ લીધેલ, અંદાજિત 2000 વિદ્યાર્થિઓને આયુર્વેદના સિધ્ધાંતો અનુસાર સ્વસ્થ જિવનશૈલી અને યોગ બાબતે માર્ગદર્શન આપવામા આવેલ અને યોગ કરાવવામા આવેલ . કેમ્પમા આવેલ તમામ દર્દીઓને ફોલોઅપ માટે સરકારી આયુર્વેદ દવાખાના વિસણવેલ ખાતે જવા માટે અનુરોધ કરવામા આવ્યો હતો.