મહિલા દિવસ ઉજવણી નિમિત્તે મતદારયાદી સુધારણા કામગીરી કરાઈ

જૂનાગઢમાં મતદારયાદી સુધારણા અન્વયે નામ નોંધણી, નામ કમીની ૩૮૫ અરજી સ્વીકારવામાં આવી

જૂનાગઢ : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમીતે જૂનાગઢમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ તેમજ મતદાર યાદીમાં નામ નોંધણી, નામકમી કરવા જેવી ૩૮૫ અરજી સ્વીકારવામાં આવી હતી.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની તા.૦૮/૦૩/૨૦૨૨ ના રોજ ની જિલ્લા કક્ષાની ઉજવણી જૂનાગઢ શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે કરવામાં આવેલ. જે અંતર્ગત જિલ્લામાં વિવિધ પ્રકારના પ્રકલ્પોની સચોટ માહિતી સામાન્ય જનતા સુધી પહોચાડી મતદારોમાં જાગૃતિ લાવી શકાય અને બહોળા પ્રમાણમાં મતદારો આગામી દિવસોમાં થનારી ચુંટણી પ્રક્રિયામાં જોડાય લોકશાહીને પ્રબળ બનાવવા માટે પોતાનો અમુલ્ય મતનો સુશાસન અને વ્યવસ્થા જાળવવા માટે કરી સક્ષમ રાષ્ટ્રનું નિર્માણ થાય તે હેતુસર જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટરના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિ અંગેનો સ્ટોલ બનાવવામાં આવ્યા હતા.

જેમાં મતદારયાદીમાં નામ નોંધણી, નામ કમી કરવા, નામ સુધારા તથા સરનામા સુધારા માટેના તેમજ જૂનાગઢ જીલ્લાના બુથ કક્ષાએથી કુલ-૫૪૮ ફોર્મ મેળવવામાં આવેલ હતા. જેમાંથી મહિલાઓના કુલ-૩૮૫ ફોર્મ મેળવવામાં આવેલ છે.

તેમજ રાષ્ટ્રીય મતદાર જાગૃતી સ્પર્ધાનું આયોજન જૂનાગઢની મહિલા કોલેજો યોજવામાં આવ્યું હતુ. જેમાં જૂનાગઢમાં આવેલ કન્યા છાત્રાલય, જોષીપરા ખાતે ડો.રીના ચૌધરી, નાયબ જીલ્લા ચુંટણી અધિકારી, જૂનાગઢના અધ્યક્ષ સ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

વધુમાં આ કાર્યક્રમ દરમ્યાન મતદાર પોતે જ મતદારયાદીમાં (૧) Voter Helpline Application, (૨) WWW.NVSP.IN (૩) WWW.VOTERPORTEL.ECL.GOV.IN દ્વારા મતદાર તરીકેની પોતાની તથા સંબંધિતોની નોંધણી કરાવી શકશે.