જમીનના વિવાદમાં થયેલો પારિવારિક ડખ્ખો પોલીસ મથકે પહોંચ્યો

વિસાવદરના રાજપરા ગામે યુવાન ઉપર બે વ્યક્તિઓએ હુમલો કર્યો

જૂનાગઢ : વિસાવદરના રાજપરા ગામે જમીનના વિવાદમાં થયેલો પારિવારિક ડખ્ખો પોલીસ મથકે પહોંચ્યો છે. જેમાં યુવાન ઉપર બે વ્યક્તિઓએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

વિસાવદર પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી અતુલભાઇ ગોવીંદભાઇ મકવાણા (ઉ.વ.૨૯ રહે.રાજપરા તા.વીસાવદર) એ આરોપીઓ લખુભાઇ ગોરધનભાઇ મકવાણા, મિલનભાઇ લખુભાઇ મકવાણા (રહે.બંન્ને રાજપરા તા.વિસાવદર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૮ના રોજ આરોપીઓએ જમીનના વિવાદ બાબતેની મિનિંગમા એકસંપ કરી ફરિયાદીને મુંઢ ઇજાઓ કરી ગાળો બોલી તથા ફરિયાદીને માથાના ભાગે લોખંડનો પાઇપ ઘા મારી ઇજા પહોંચાડી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી બન્ને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.