જૂનાગઢના દીવાન ચોક પાસે જાહેરમાં જુગાર રમતા છ ઝડપાયા

જુનાગઢ : જૂનાગઢ એ ડીવીજન પોલીસે ગઈકાલે બાતમીના આધારે જૂનાગઢન દીવાન ચોક પાસે એસ.બી.આઇ. બેંન્કની નીચે ગેબનશાબાપુની દરગાહ પાસે જાહેરમા ગંજીપત્તાના પાના પૈસા વડે તીનપતી નામનો જુગાર રમી પૈસાની હારજીત કરતા આરોપીઓ સમીર હાસમભાઇ પટ્ટણી, કાસમભાઇ ઉમરભાઇ મહીડા, હનીફ ઇબ્રાહીમભાઇ મહીડા, સાકીર સલીમભાઇ બેલીમ, સફી વજીરભાઇ મકરાણી, ઇબ્રાહીમ ઉર્ફે ભોપલી દાદમહમદભાઇ બ્લોચને રોકડા રૂ.૧૦૧૮૦ સાથે ઝડપી લીધા હતા.