કેશોદના અજાબ ગામેં યુવતીનો ઝેરી ગેસના ટીકડા ખાઈ આપઘાત

જૂનાગઢ : કેશોદના અજાબ ગામેં રહેતી યુવતીએ કોઈ કારણોસર ઝેરી ગેસના ટીકડા ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર તુલસીબેન કાંતીભાઇ ચાંગેલા (ઉ.વ.૨૨ રહે.અજાબ તા.કેશોદ જી.જુનાગઢ) નામની યુવતીએ કોઇપણ કારણોસર ઝેરી ગેસના ટીકડા (સેલ્સફોર્સ) ના ટીકડા ખાઇ લેતા તેણીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.