જૂનાગઢના બી ડિવિઝનની મહિલા પોલીસ કર્મચારી દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી

જૂનાગઢ : જૂનાગઢના જોશિપુરા વિસ્તારમાં આવેલા ડો. ગોધાણી કન્યા છાત્રાલય ખાતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર. એસ. પટેલની ઉસ્થિતિમાં બી ડિવિઝન ખાતે ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારી દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

પીઆઈ રિન્કેશ પટેલનાઓ દ્વારા વર્તમાન સમયમાં વિદ્યાર્થિનીઓને સોશિયલ મીડિયામાં પોતાની ગુપ્તતા જાળવવા તથા સાયબર ગુનાના કિસ્સામાં પોલીસની મદદ લેવા તાકીદ કરી હતી. તેમજ મહિલાઓને પ્રોત્સાહિત કરવા રમત ગમતમાં વિજેતા દીકરીઓને સન્માન પત્રકો આપવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં કન્યા છાત્રાલયના શિક્ષકો પ્રિન્સિપાલ સહિતના લોકો ઉપસ્થિત રહયા હતા. તો બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ rinkesh patel મહિલા પીએસઆઇ આંબલીયા સહિતની મહિલા પોલીસ કર્મીઓએ વિશ્વ મહિલા દિવસની અનોખી ઉજવણી કરી હતી.