તારે સુરતમાં રહેવું હોય તો તારા બાપને કહે કે, દુકાન-મકાન લઈ આપે કહી પરિણીતાને ત્રાસ આપ્યો

હાલ ભેસાણ રહેતી પરિણીતાએ તેના સુરત ખાતે રહેતા દહેજ લાલચુ પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : હાલ ભેસાણ રહેતી પરિણીતાએ તેના સુરત ખાતે રહેતા દહેજ લાલચુ પતિ અને સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં “અમોએ તો અમારી દિકરીઓને મકાન અને દુકાનો લઈ આપેલ છે તારે સુરત શહેરમાં રહેવુ હોય ઓ તારા બાપ ને કહેકે સુરતમાં મકાન અને દુકાનો લઈ આપે” તેમ કહી પરિણીતાને ત્રાસ આપ્યો હતો.

ભેસાણ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વર્ષાબેન હસમુખભાઇ પાઘડાળ (ઉ.વ. ૪૦ રહે. બામણગઢ તા. ભેસાણ જી.જૂનાગઢ) એ આરોપીઓ હસમુખભાઇ મગનભાઇ પાધડાળ (હાલે રહે- સુરત, ખોડલધામ રેસીડેન્સી, બ્લોક નં- ૮૩ કામરેજ ગામ, તા.જી. સુરત), લીલાબેન મગનભાઇ પાધડાળ, પારૂલબેન હરેશભાઇ પાધડાળ (રહે તમામ દેવડા તા.ગોંડલ જી.રાજકોટ) ની સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીને લગ્ન બાદ તેના સાસરે જતા ત્યા સાસરિયાઓએ ફરીયાદીને અવાર નવાર મેણા ટોના મારતા હોય કે “અમોએ તો અમારી દિકરીઓને મકાન અને દુકાનો લઈ આપેલ છે તારે સુરત શહેરમાં રહેવુ હોય ઓ તારા બાપ ને કહેકે સુરતમાં મકાન અને દુકાનો લઈ આપે” તેમ કહી આરોપી પતિને ચડામણી કરી આરોપી પતિએ ફરીયાદીને અવાર નવાર મારકુટ કરી દહેજની માંગણી કરી ફરીયાદીને માનસિક તથા શારીરીક દુખ ત્રાસ આપ્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણેય વિરુદ્ધ દહેજ પ્રતિબંધ ધારા હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.