જુનાગઢ મહાનગર પાલિકા દ્વારા ટીબી રોગ નાબુદી માટે ડોર ટુ ડોર કામગીરી

જૂનાગઢ : જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં ટીબી નિર્મૂલન માટે અસરકારક કામગીરી કરી ટીબી રોગના રિસ્ક વાળા વિસ્તારમાં ડોર ટુ ડોર કામગીરી કરવામાં આવી હતી.

જુનાગઢ શહેરમાં શહેરીજનોની આરોગ્ય અને તંદુરસ્તી જળવાઈ રહે તે માટે કમિશનર આર.એમ.તન્ના નાં માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકાનાં અર્બન હેલ્થ સેન્ટર,દોલતપરા તથા શહેરી ક્ષય અધિકારી તેમજ તેઓની ટીમ દ્વારા શહેરમાં આવતા હાઈ રિસ્ક એરિયા પીશોરીવાડા અને જમાલવાડી વિસ્તારમાં રાષ્ટ્રીય ક્ષય નિર્મુલન કાર્યક્રમ અંતર્ગત ટીબી રોગ ધરાવતા દર્દીઓના ઘરે ઘરે જઈને શહેરી ક્ષય અધિકારી ડો.સ્વયં પ્રકાશ પાંડે અને તેઓની ટીમ દ્વારા દર્દીઓની મુલાકાત લઈને તેઓને આરોગ્ય બાબતની માર્ગદર્શન અને ટીબી રોગ માટે જરૂરી દવાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ.

ટીબીના લક્ષણો ધરાવતા દર્દીઓને શોધીને સ્થળ પર જ સેમ્પલ કલેક્શન મારફત નિદાન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ તેમજ ટીબી રોગ નાબુદી માટે જરૂરી માર્ગદર્શન તેમજ માહિતી અને જાણકારી માટે પત્રિકાઓનું વિતરણ કરવામાં આવેલ.
આ વિસ્તારના શિક્ષિત લોકોને ટીબી નાબુદી માટે રાષ્ટ્રીય ક્ષય નીર્મુલન કાર્યક્રમ અંતર્ગત રોગ ને ફેલાતો અટકાવવા માટે જાગૃતતા આવે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.જેથી વિસ્તારમાં રહેતા અન્ય ટીબીના દર્દીઓને ટીબી રોગ અટકાવવા મદદરૂપ થઇ શકે.

ટીબી રોગ વિષે વધુ માહિતી તેમજ માર્ગદર્શન માટે ટીબી યુનિટ જુનાગઢ,અર્બન હેલ્થ,જુનાગઢનાં સુપરવાઈઝરનાં મોબાઈલ નંબર : (૧)૭૫૬૭૮ ૮૬૧૭૫ (૨)૭૫૬૭૮ ૮૬૧૮૪ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.