જમીનના ઝઘડાનો ખાર રાખી મહિલાને લાકડી ફટકારી

માળીયા હાટીનાના જલોંદર ગામની સીમમાં થયેલી મારામારીના બનાવમાં ચાર સામે ફરિયાદ

જૂનાગઢ : માળીયા હાટીનાના જલોંદર ગામની સીમમાં જમીનના ઝઘડાનો ખાર રાખી મહિલાને લાકડી ફટકારીને માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મારામારીના બનાવમાં ચાર આરોપીઓ સામે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

માળીયા (હા) પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી કાન્તાબેન ચાપરાજભાઇ ગીડા (ઉ.વ.૫૦ રહે.જંલધર તા.માળીયા હા જી.જુનાગઢ) એ આરોપીઓ સુરેશભાઇ એભલભાઇ, જીલુભાઇ એભલભાઇ,રામાભાઇ એભલભાઇ, પુંજાભાઇ એભલભાઇ (રહે.બધા જલંધર તા.માળીયા હાટીના) સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી પોતાની જમીન ભરી ફરીયાદીની જમીન ભરવા આવતા હતા ત્યારે ફરીયાદી કહેલ કે તમારા મોટાભાઇને જાણ કરવી હતી ને, તો આ બાબતે આરોપીઓ એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો દેવા લાગેલ તથા જીલુભાઇ ફરીયાદીને લાકડી વડે પગના સાથળના માર મારી મુંઢ ઇજાઓ કરી હતી.