વીસાવદર અને માણાવદરમાં જુગારના દરોડામાં 8ની ધરપકડ

પોલીસની રેઇડ દરમિયાન ત્રણ આરોપીઓ નાસી છૂટ્યા

જૂનાગઢ : જુનાગઢ જિલ્લાના વીસાવદર અને માણાવદરમાં પોલીસે બાતમીના આધારે ગઈકાલે જુગારના દરોડામાં 8ની ધરપકડ કરી હતી.જ્યારે પોલીસની રેઇડ દરમિયાન ત્રણ આરોપીઓ નાસી છૂટ્યા હતા.

વિસાવદર પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે લેરીયા ગામના સ્મશાન પાસે જાહેરમાં પૈસા પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા આરોપીઓ તેજાભાઇ દેવજીભાઇ પાટડીયા,રમેશભાઇ બાવાભાઇ રાઠોડ,રામજીભાઇ ભુરાભાઇ દેગામા, દાદુભાઇ નાથાભાઇ સોનારાને કૂલ રોકડ રૂપીયા ૨૦૫૫ તથા મો.ફોન નંગ-૦૩ જેની કિ.રૂ.૨૫૦૦ મળી જુગારના સાહિત્ય સાથે કુલ કિ.રૂ.૪૫૫૫ સાથે ઝડપી લીધા હતા.

બીજા દરોડામાં માણાવદર પોલીસ સ્ટાફે ગઈકાલે વાડાસડા ગામે બાવળનાં ઝુંડમાં જાહેરમાં ગંજીપતાનાં પાનાથી પૈસા વડે હારજીતનોનો જુગાર રમતા આરોપીઓ દેસુરભાઇ રામાભાઇ ગોજીયા, પરેશગીરી શીવગીરી ગૌસ્વામી, ભીમાભાઇ ખીમાભાઇ જલુ, ડાયાભાઇ માંડણભાઇ છૈયાને કુલ રોકડ રૂ.૭૧૪૦ સાથે ઝડપી લીધા હતા. જ્યારે નાસી જનાર આરોપીઓ દેવાયતભાઇ પુનાભાઇ ડાંગર, હરસુખભાઇ ઉર્ફે ગટો ભીમાભાઇ જલુ, અશ્વિનભાઇ ઉર્ફે ખોખરી જમનભાઇ જંજવાડીયાને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.