એન્ટરપ્રીન્યોરશીપ ડેવલપમેન્ટ ઇન એગ્રો ઇકો ટુરીઝમ ઇન ગુજરાત વિષય પર કૃષિ યુનિ.ખાતે તા.૮ના કાર્યક્રમ યોજાશે

તજજ્ઞો દ્વારા સૌરાષ્ટ્રમાં કૃષિ ક્ષેત્રે પ્રવાસનની તક અંગે વક્તવ્ય માર્ગદર્શન અપાશે

જૂનાગઢ : જૂનાગઢ તા.૭ એન્ટરપ્રીન્યોરશીપ ડેવલપમેન્ટ ઇન એગ્રો ઇકો ટુરિઝમ ઇન ગુજરાત વિષય પર કૃષિ યુનિ. ખાતે તા.૮/૦૩/૨૦૨૨ના સવારે ૯ કલાકે એક દિવસીય કાર્યક્રમ યોજાશે.

કૃષિ યુનિ.ના ઓડીટોરિયમ હોલ ખાતે યોજાનાર એક દિવસીય કાર્યક્રમમાં તજજ્ઞો દ્વારા કૃષિ ક્ષેત્રે પ્રવાસનની નીતિઓ, તકો, સૌરાષ્ટ્ર વિસ્તારમાં કૃષિ ક્ષેત્રે પ્રવાસનમાં બાગાયત વિભાગની ભૂમિકા, સ્ટેક હોલ્ડર્સને કઇ રીતે એગ્રો ટુરીઝમ બીઝનેશમાં આકર્ષિત કરવા તેમજ એગ્રો-ઇકો ખેડૂતો સાથે સંવાદ વગેરે યોજાશે. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મધ્યપ્રદેશ ટુરીઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેનશ્રી વિનોદ ગોંટિયા, જૂનાગઢના સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમા, જૂનાગઢ સર્કલના મુખ્ય વન સંરક્ષક ડો.કે.રમેશ ઉપસ્થિત રહેશે.

જ્યારે મુખ્ય સ્પીકર તરીકે મહારાષ્ટ્ર નાગપુર ડિવિઝનના ડેપ્યુટી ડિરેક્ટર ઓફ ટુરિઝમના શ્રી પ્રશાંત સવાઇ રહેશે.કાર્યક્રમને સફળ બનાવવા જૂનાગઢ કૃષિ યુનિ.ના વાઇસ ચાન્સલર ડો.નરેન્દ્રકુમાર ગોટિંયાનામાર્ગદર્શનહેઠળડો.ડી.આર.મહેતા, ડો.એચ.એમ.ગાજીપરા, ડો.વી.આર.માલમ, ડો.સી.ડી.લખલાણી, ડો.પી.મોહત સહિતના કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.