જુનાગઢમાં ફાયર એનઓસી વગરની હોસ્પિટલ, શાળા સહિત 16 મિલ્કતને સિલ કરાઈ

ફાયર એનઓસી. કે બીયુ સર્ટીફીકેટ વગરની બિલ્ડીંગો સામે મનપાની કડક કાર્યવાહી

મિલકત ધારકોને તાત્કાલિક ધોરણે ફાયર એનઓસી તથા બીયુ સર્ટીફીકેટ મેળવી લેવાની તાકીદ કરતા કમિશનર

જૂનાગઢ : જુનાગઢ શહેરમાં આગને લીધે ઉદ્ભવતા અકસ્માતો નાં સર્જાય તેમજ જાનહાની થી બચી શકે તે માટે મહાનગરપાલિકાની ફાયર શાખા અને ટાઉનપ્લાનિંગ શાખા દ્વારા અનેક વાર મિલકત ધારકો ને નોટીસ આપવામાં આવેલ હતી.આમ છતાં જરૂરી ડોક્યુમેન્ટ રજુ ન કરતા હાઈ કોર્ટ નાં આદેશ અનુસાર ફાયર એન.ઓ.સી.કે બી.યુ.સર્ટીફીકેટ વગરની હોસ્પિટલો,શાળા-કોલેજો,હાઈ રાઈઝ બિલ્ડીંગો, કોમર્શીયલ કોમ્પ્લેક્ષ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

જૂનાગઢ શહેરમાં આવેલ બે સ્વતંત્ર હોસ્પિટલો તથા છ હોસ્પિટલ પ્લસ કોમર્સિયલ મિલકત,પાંચ હાઈ રાઈઝ બિલ્ડીંગમાં આવેલ છાસઠ દુકાનો,ત્રણ શાળાઓને મળી કુલ સોળ મિલકતોમાં સીલ મારવામાં આવેલ છે.તેમજ બે મિલકતોનાં વોટર કનેક્શન અને પાંચ મિલકતના ડ્રેનેજ કનેક્શન કાપવામાં આવેલ છે.જયારે આગામી દિવસોમાં ફાયર એન.ઓ.સી. તથા બી.યુ.સર્ટીફીકેટ મેળવ્યા બાદ મનપા કચેરી ખાતે રજુ કર્યા પછી જ આ સીલ તૂટશે અને ફરીથી મિલકતો કાર્યરત કરવામાં આવશે.

મહાનગર પાલિકા દ્વારા હાલ અનેક હોસ્પિટલો,શાળા-કોલેજો,હાઈ રાઈઝ બિલ્ડીંગો, કોમર્શીયલ કોમ્પ્લેક્ષ જેવી બિલ્ડીંગો સીલ કરવાની કાર્યવાહી હાલ કાર્યરત છે.તેમજ ફાયર એન.ઓ.સી. તથા બી.યુ.સર્ટીફીકેટ ન ધરાવતા મિલકતધારકોને તાત્કાલિક ધોરણે જરૂરી દસ્તાવેજ તૈયાર કરી લેવા માટે તાકીદ કરવામાં આવે છે.હાઈ કોર્ટ દ્વારા આદેશ મુજબની કાર્યવાહી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે.જેમાં સૌ મિલકત ધારકોને તાત્કાલિક ધોરણે ફાયર એન.ઓ.સી. અને બી.યુ.સર્ટીફીકેટ મેળવી લેવા માટે જરૂરી કાર્યવાહી કરવા અનુરોધ કરવામાં આવે છે.

આ અંગે જરૂરી માર્ગદર્શન મેળવવા નોડલ અધિકારી અને સી.ટાઉન પ્લાનર ઓફિસર ડી.જી.રાઠોડ મો.૯૪૨૬૦૪૧૦૪૧,ઈ.કાર્યપાલક ઈજનેર દિપક ગૌસ્વામી મો.૯૪૨૮૪૩૮૪૩૨ અને ઈ.ફાયર ઓફિસર ભરતભાઈ ડોડીયા મો.૯૬૬૨૨૫૧૫૦૭ ને સંપર્ક કરવામાટે અનુરોધ કરવામાં આવે છે.