માંગરોળના મક્તુપુરમાં વનરાજાની લટાર, રસ્તો ઓળગતી વખતે બાઈક ચાલક હડફેટે ચડ્યો

સિંહ રસ્તો ઓળંગતો હોય તેવો વિડિયો વાઈરલ થયો

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં ગીરનું જંગલ છોડીને વનરાજા માનવ વસાહતમાં ટહેલવા નીકળતા હોવાની ઘટના સાવ સામાન્ય છે. આવી સ્થિતિમાં આજે જૂનાગઢ જિલ્લાના માંગરોળના મક્તુપુરમાં વનરાજા લટાર મારવા નીકળ્યા હતા અને સિંહ રસ્તો ઓળંગતો હોય તેવો વિડિયો વાઈરલ થયો છે.

જૂનાગઢ જિલ્લાના માંગરોળના મક્તુપુરમાં ધોળા દિવસે સિંહ દેખાયો હતો.જેમાં સિંહ રસ્તો ઓળંગતો હોય તેવો વિડિયો વાઈરલ થયો છે.આ વીડિયોમાં સિંહ રસ્તો ઓળંગતો હતો ત્યારે એક બાઈક ચાલક પણ સિંહની હડફેટે ચડ્યો હોવાનું સ્પષ્ટપણે દેખાઈ આવે છે. જો કે કોઈ અનિચ્છનીય બનાવ ન બન્યો હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગીરના સિંહોનો વસવાટ વિસ્તાર વધ્યો છે અને સમુદ્ર કિનારે પણ સિંહોનો વસવાટ જોવા મળે છે ત્યારે આજે એક સિંહ રસ્તો ઓળંગતો હોય તેવો વિડિયો વાયરલ થયો છે.