ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઈતિહાસ વિભાગના વિદ્યાર્થીએ પ્રોફેસર બનવા માટેની ‘નેટ’ પાસ કરી

જૂનાગઢ : જૂનાગઢની ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઈતિહાસ વિભાગના વિદ્યાર્થીએ પ્રોફેસર બનવા માટેની ‘નેટ’ પાસ કરીને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું છે.

ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગમાં એમ.એ. સેમેસ્ટર ૪ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી માકડીયા હરદીપ એ જુન ૨૦૨૧ માં યુજીસી દ્વારા લેવાયેલ નેટની (નેશનલ એલિજીબિલિટી ટેસ્ટ) પરીક્ષા ઉતીર્ણ કરી તે બદલ ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો (ડૉ.) ચેતનભાઈ ત્રિવેદી દ્વારા વિદ્યાર્થીનું સન્માન કરવામાં આવ્યું હતું. ૨૦૧૮ માં શરુ થયેલા ઈતિહાસ વિભાગના આ બીજી બેંચનાં વિદ્યાર્થીએ મોટી સફળતા મેળવીને, ઈતિહાસ વિભાગને ગૌરવ અપાવ્યું છે. અધ્યાપક બનવા માટે અનિવાર્ય તેવી આ NET ની પરિક્ષા ઈતિહાસ વિષય સાથે પાસ કરવી ઘણી જ કઠીન ગણાવાઈ રહી છે. આ તકે ઇતિહાસ વિભાગના અધ્યક્ષ પ્રો ડૉ.વિશાલભાઇ જોશી, યુનિવર્સિટીના E.C. મેમ્બર ડૉ. જયભાઇ ત્રિવેદી, ડૉ. ફિરોઝભાઈ શેખ, ડૉ. રમેશ ચૌહાણ, પ્રા. લલિત પરમાર વગેરેએ હાજર રહી શુભેચ્છા પાઠવી હતી.