તાલુકા પંચાયતની ચુંટણીમાં “આપ”ને સપોર્ટ કરવા બદલ ત્રાસ આપતા યુવાનનો આપઘાત

વીસાવદરના જેતલવડ ગામની ઘટનામાં પાંચ શખ્સો સામે મરવા મજબૂર કર્યાનો ગુન્હો દાખલ

જૂનાગઢ : વીસાવદરના જેતલવડ ગામેં અગાઉ યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં યુવાને આમ આદમી પાર્ટીને સપોર્ટ કરતા સામેના હરીફોએ અસહ્ય ત્રાસ આપતા આ ત્રાસથી કંટાળીને યુવાને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં મૃતકના ભાઈએ પાંચ શખ્સો સામે મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વીસાવદર પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી નીલેષભાઇ હરીભાઇ રીબડીયા (ઉ.વ.૩૩ રહે. જેતલવડગામ રામજી મંદીરની પાછળ તા.વિસાવદર) એ આરોપીઓ જીતેન્દ્ર નાથાભાઇ મહેતા, અરવીંદભાઇ ઉર્ફે નાના નાથાભાઇ મહેતા, નાથાભાઇ હરજીવનભાઇ મહેતા, ક્ષીરજ ઉર્ફે સીરયો જીતેન્દ્રભાઇ મહેતા, વૈદીક ઉર્ફે વૈદુ અરવીંદભાઇ મહેતા (રહે. બધા જેતલવડગામ તા.વિસાવદર) સામે મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીના સગાના નાના ભાઇ અતુલ નાથાભાઇ રીબડીયા ઉ.વ.૨૬ વાળાને ફરીયાદીના મોટાબાપા નાથાભાઇએ દતક લીધેલ હોય અને અતુલએ સને ૨૦૨૦ ના વર્ષમા યોજાયેલ તાલુકા પંચાયતની ચુંટણી વખતે આમ આદમી પાર્ટીને સપોર્ટ કરેલ જેનાથી નારાજ થઇ મનમા મનદુખ રાગદ્રેષ રાખી આરોપીઓએ ફરીયાદીના ભાઇ અતુલને અવાર નવાર ખોટા કેસમા ફીટ કરી દેવા તેમજ જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ અને માનસીક દુખત્રાસ આપી મરવા મજબુર કરતા અતુલે ગત તા.૨૭ ફ્રેબ્રુઆરીએ જેતલવડ ગામે લાલપુર જતા રસ્તે ફરીયાદીના બાપુજીના સંયુકત માલીકીવાળા ખેતરે દોરડા વડે ગળાફાસો ખાઇ આપઘાત કરી લીધો હતો.