શેરીમા સાફ-સફાઇ કરવા મામલે પાડોશીઓ બાખડયા, ખેતરના ઓઝારથી હુમલો

વીસાવદરના નાના કોટડા ગામે મારામારીના બનાવની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : વીસાવદરના નાના કોટડા ગામે શેરીમા સાફ-સફાઇ કરવા મામલે પાડોશીઓ બાખડી પડ્યા બાદ બન્ને પાડોશીઓ આમને સમાને આવી ગયા હતા. અને એક પાડોશી ઉપર સામેના પાડોશીએ ખેતરના ઓઝારથી હુમલો કર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

વીસાવદર પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ઘેલાભાઇ કચરાભાઇ ગેવરીયા (ઉ.વ.૩૯ રહે.નાના કોટડા ગામ હનુમાનપરા તા.વીસાવદર) એ આરોપી સુખાભાઇ દેવજીભાઇ રાદડીયા (રહે.નાના કોટડા હનુમાનપરા તા.વીસાવદર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીના પત્ની ચેતનાબેન બજારમા (શેરી) મા સાફ-સફાઇ કરતા હોઇ તે વખતે આરોપીએ ફરીયાદીની પત્ની સાથે શેરીમા વાળવા બાબતે બોલતા હોઇ આ દરમ્યાન ફરીયાદી ઘરેથી શેરીમા આવતા આરોપીએ હાથમા લોખંડની સાણસી (ખેતર નો ઓઝાર) નો એક ઘા ફરીયાદીના માથાની જમણી બાજુ કપાળના ભાગે મારી લોહી કાઢી ફ્રરીયાદી તથા સાહેદને ગાળો આપી હતી.