કેશોદના પાડોદર ગામે મકાનનું તાળું તોડી રૂ.૧.૭૬ લાખની ઘરફોડ ચોરી

મકાન માલિકે ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરોને ઝડપી લેવા તપાસ હાથ ધરી

જૂનાગઢ : કેશોદના પાડોદર ગામે મકાનનું તાળું તોડી રૂ.૧.૭૬ લાખની ઘરફોડ ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે મકાન માલિકે ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રીજવાનભાઇ હનીફભાઇ ખોજા (ઉ.વ.૩૦ રહે.પાડોદર તા.કેશોદ) એ અજાણ્યા ચોર ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા ૪ના રોજ પાડોદર ગામે બાલાગામ ઓપી કેશોદ ખાતે તસ્કરો ત્રાટકયા હતા અને તસ્કરોએ ફરીયાદીના રહેણાક મકાને ડેલાનુ તાળુ તોડી મકાનમાંથી રોકડ રૂપીયા ૧,૩૦,૦૦૦ તથા સોના ચાંદીના દાગીના મળી કુલ કિ.રૂ. ૪૬,૦૦૦ જે મળી કુલ કિ.રૂ.૧,૭૬,૦૦૦ ની ચોરી કરી લઇ ગયા હતા. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.