સોશ્યલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરનાર નકલી કિન્નરને અસલી કિન્નરોએ બરાબરનો પાઠ ભણાવ્યો

નકલી કિન્નરને મેથીપાક મુંડન કરાવી પોલીસની હવાલે કરી દીધો

જૂનાગઢ : જૂનાગઢમાં એક કિન્નરે સોશ્યલ મીડિયા અભદ્ર ભાષામાં વણીવિલાસ કરીને હલચલ મચાવી દીધી હતી જેથી કિન્નરોના ગ્રુપે આ કિન્નરને પકડી પડતા તે કિન્નર નકલી હોવાનું ખુલતા અસલી કિન્નરો વિફર્ય હતા. અને આ નકલી કિન્નરને બરાબરનો પાઠ ભણાવ્યો હતો.

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ જૂનાગઢમાં એક કિન્નરે સોશ્યલ મીડિયામાં અભદ્ર વણીવિલાસ કરતા અસલી કિન્નરોનું ગ્રુપ ચોકી ઉઠ્યું હતું અને આ બાબતની યોગ્ય ખરાર કરીને સોશ્યલ મીડિયામાં અભદ્ર વણીવિલાસ કરનાર કિન્નરને પકડી પાડ્યો હતો. જેની તપાસમાં આ કિન્નર નકલી હોવાનો ભાંડફોડ થતા અસલી કિન્નરોએ તેને પકડી જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો. તેમજ તેનું મુંડન કરાવી કિન્નર સમાજમાંથી તેનો બેહિષ્કાર કરીને પોલીસની હવાલે કરી દીધો હતો. આ કિન્નર કૃષ્ના પટેલ નામે ઓળખાતી હોવાનું બહાર આવ્યું છે.