જૂનાગઢ જિલ્લાના અલગ અલગ પોલીસ મથકના 303 વાહનોની હરરાજી

પોલીસે વર્ષોથી કન્ડમ હાલતમાં રહેલા વાહનોની હરરાજી કરી 15 લાખની આવક મેળવી સરકારમાં જમા કરાવી

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં અલગ અલગ ગુન્હાના કામે, ડિટેઇન કરેલા વાહનો, બિનવારસી કબજે કરવામાં આવેલ વાહનો ઘણા સમયથી કોઈ માલિક વાહન પરત લેવા માટે આવતા નથી તેમજ છોડાવવા પણ આવતા નથી. જેથી પોલીસ સ્ટેશનોમાં વાહનોનો ભરાવો થઈ જાય છે અને બિન ઉપયોગી બની જતા હોય છે. આથી જૂનાગઢ જિલ્લાના અલગ અલગ પોલીસ મથકના 303 વાહનોની હરરાજી કરાઈ હતી.

જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા આવા એકત્રિત થયેલા વાહનોના નિકાલ કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવા માટે તમામ થાણા અમાલદારોને સૂચનાઓ કરવામાં આવેલ હતી. જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા આપવામાં આવેલ સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ડિવિઝનના એ ડિવિઝન ખાતેના ટુ વ્હીલર 73, ઓટો રીક્ષા 15 કુલ 88 વાહનો, વિસાવદર પોલીસ સ્ટેશનના ટુ વ્હીલર 82 તથા ટ્રાફિક શાખાં ના ટુ વ્હીલર 98, થ્રી વ્હીલર 34, for વ્હીલ 01 કુલ 133 વાહનો મળી, એ ડિવિઝન, વિસાવદર તથા ટ્રાફિક શાખા ખાતે કબજે કરવામાં આવેલ કુલ 303 વાહનો બાબતે માલિકો દ્વારા પોતાના વાહનો છોડાવવા કોઈ કાર્યવાહી કરવામાં આવેલ ના હોય તેવા વાહનોના હરરાજીના હુકમો મેળવી, તમામ કાર્યવાહી પૂર્ણ કરી આજરોજ તા.6ના રોજ હરરાજી કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.

જાહેર હરરાજી દરમિયાન એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેના 88 વાહનોની હરરાજી કરવામાં આવતા સૌથી વધુ બોલી બોલનાર વેપારી દ્વારા રૂ. 3,61,000/- બોલવામાં આવતા 18 ℅ GST મળી, કુલ આશરે રૂ. 4,25,980/- જેટલી રકમ સરકારમા જમા થશે. એજ રીતે વિસાવદર પોલીસ સ્ટેશન ખાતેના 82 વાહનોની હરરાજી કરવામાં આવતા સૌથી વધુ બોલી વેપારી દ્વારા રૂ. 2,61,000 બોલવામાં આવતા 18 ℅ GST મળી, કુલ આશરે રૂ. 3,07,980 જેટલી રકમ સરકારશ્રીમા જમા થશે. ટ્રાફિક શાખા ખાતેના 133 વાહનોની હરરાજી કરવામાં આવતા સૌથી વધુ બોલી વેપારી દ્વારા રૂ. 6,25,000 બોલવામાં આવતા 18 ℅ GST મળી, કુલ આશરે રૂ. 7,03,980 જેટલી રકમ સરકારશ્રીમા જમા થશે

જેથી, જૂનાગઢ ડિવિઝનના એ ડિવિઝન, વિસાવદર પોલીસ સ્ટેશન તથા ટ્રાફિક શાખા ખાતે કબજે કરવામાં આવેલ વાહનોની હરરાજી મા રસ ધરાવતા 60 જેટલા વેપારીઓએ ભાગ લીધેલ હતો અને જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, એ ડિવિઝન પીઆઇ એમ.એમ.વાઢેર, વિસાવદર પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એ . શાહ, ટ્રાફિક શાખાના પીએસઆઈ પી.જે.બોદર, આરટીઓ શ્રી કે.જે.મોઢ, મામલતદાર કચેરીના નાયબ મામલતદાર ખમલ, ઇન્ચાર્જ એમટીઓ પીએસઆઈ પિયુષ જોશી, એકાઉન્ટ રાઇટર હેડ હાજીભાઈ, નારણભાઈ, શબ્બીરભાઈ, રાજુભાઈ, સહિતની કમિટી દ્વારા એમટી, જૂનાગઢ ખાતે જુનાગઢ પોલીસ દ્વારા એ ડિવિઝન, વિસાવદર પોલીસ સ્ટેશન તથા ટ્રાફિક શાખાના કુલ આશરે 303 વાહનોની જાહેર હરરાજી યોજી, કુલ આશરે રૂ. 15 લાખ જેટલી કિંમત ઉપજેલ છે, જે સરકારશ્રીમા જમા કરાવવા તજવીજ કરવામાં આવેલ છે.

જૂનાગઢ પોલીસ દ્વારા જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ પહેલીવાર વાહનોની હરરાજી યોજવામાં આવી રહેલ છે. આ પહેલા ભવનાથ પોલીસ સ્ટેશન અને સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પણ વાહનોની હરરાજી કરવામાં આવેલ હતી. વાહનોની હરરાજી હે.કો. ભાવેશભાઈ, મનીષભાઈ, સાગરભાઈ, સહિતના પોલીસ ટીમ દ્વારા જહેમત ઉઠાવી હતી. વાહનોની હરરાજી થતા, પોલીસ સ્ટેશનમાં ભંગાર થતા અને ભરાવો ઓછો થતા, રાહત પણ થશે. જૂનાગઢ જિલ્લાના બાકીના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં હરરાજીની કાર્યવાહી જેમ જેમ પૂર્ણ થતાં, હજુ બીજા પોલીસ સ્ટેશન ખાતે પણ પડેલા વાહનોની જાહેર હરરાજી યોજવામાં આવશે, તેવું જૂનાગઢ પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.