કોયલાણા ગામે જેલમાં રહેલા આરોપીની મદદથી દમણથી રૂ. 6.62 લાખ વિદેશીનો દારૂ મંગાવ્યો!

રહેણાંક મકાને વિદેશી દારૂની કટીંગ કરતા પાંચ શખ્સો પકડાયા

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના કોયલાણા ગામે રહેણાંક મકાને રૂ. 6.62 લાખ વિદેશી દારૂની કટીંગ કરતા પાંચ શખ્સો પકડાયા હતા. તેમજ સુરત લાજપોર જેલમાં રહેલા આરોપીની મદદથી દમણથી દારૂ મંગાવ્યો હોવાનો ખુલાસો થયો હતો.

કોયલાણા ગામે જીતેન્દ્રસિંહ પ્રવિણસિંહ રાયજાદા,ચંન્દ્રેશ રામભાઇ બાલચંદાણી, નરોતમ ઉર્ફ સંજય બોન્ટો ભગવાનજીભાઇ લશ્કરી અને હિરેન વિમલભાઇ રોય ગે.કા. રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભાગીદારીમાં જીતેન્દ્રસિંહ મકાને કટીંગ કરી દારૂનો જથ્થો છુપાવી મળી આવતા ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી નં.૧૩૬ તથા છુટી બોટલો ૯૨ મળી નાની મોટી બોટલ કુલ નં.૫૯૩૬ (કિ.રૂ.૬,૬૨,૦૦૦) તથા ફોર-વ્હીલ રજી.નં.જીજે-૧૦-એફ-૯૫૦૭ (કિ.રૂ.૫૦,૦૦૦) તથા મો.સા.-૧ (કિ.રૂ.૧૫,૦૦૦) તથા મો.ફોન નં.૫ (કિ.રૂ.૩૧,૦૦૦) સહીત કુલ રૂ.૨૨,૫૮,૦૦૦ ના મુદામાલ સાથે પકડાઇ ગયા હતા.

આરોપી ચંન્દ્રેશ એ બટુક રાજા માથાસુરીયા પાસેથી વિદેશી દારૂ મંગાવી દલસુખ ઉર્ફે મુન્નો, જે હાલ સુરત લાજપોર ખાતે જેલમાં હોય તેણે તેના મો.નં. ઉપરથી કોન્ટેક કરી અજાણ્યા શખ્સોએ દમણથી દારૂ ભરાવી આપ્યો હતો. હાલમાં પોલીસે પાંચ આરોપીઓને પકડી પાડ્યા છે. તેમજ છ આરોપીઓ અને અજાણ્યા શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.