ચોરી પે સીના જોરી : ચોરી કરવા મામલે ઠપકો આપતા મહિલાને માર માર્યો

જૂનાગઢ : જૂનાગઢમાં ચોરી પે સીના જોરી જેવી ઘટનામાં ચોરી કરવા મામલે ઠપકો આપતા મહિલાને માર માર્યો હતો. આ બનાવ અંગે ગુલબાનુબેન ઈકબાલભાઈ જેઠવા (ઉ.વ. ૪૫ રહે સરદારબાગ પાછળ, કલેકટર ઓફિસની બાજુમાં ઘાંચીપટ જુનાગઢ) એ આરોપી શબ્બીર ઉર્ફે ગભરુ સુલેમાનભાઈ હાલા સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે સરદારબાગ પાછળ, કલેકટર ઓફિસની બાજુમાં ઘાંચીપટ જુનાગઢ ખાતે ફરીયાદીનું ટેપ આરોપી ચોરી ગયેલ હોય અને સાહેદના દિકરાની સાઇકલ ચોરી ગયેલ જે બાબતે ફરીયાદી એ ઠપકો આપતા આરોપીએ ઉશ્કેરાઇ જઇ ગાળો કાઢી ઢીકાપાટુનો મુંઢ માર મારી પાઇપ પડે માથા, કોણીમા ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.