માતાજીના મંદિરમાંથી રૂ.૧,૧૫ લાખના દાગીનાની ચોરી

કેશોદના અજાબ ગામેં મંદિરને તસ્કરોએ નિશાન બનાવતા લોકોમાં રોષ

જૂનાગઢ : કેશોદના અજાબ ગામેં તાળા વગરના માતાજીના મંદિરને તસ્કરોએ નિશાન બનાવી આ માતાજીના મંદિરમાંથી રૂ.૧,૧૫ લાખના દાગીનાની ચોરી કરી ગયાનો બનાવ સામે આવ્યો છે.મંદિરને તસ્કરોએ નિશાન બનાવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વનરાજસિંહ ઉર્ફે મુકેશભાઇ મનુભાઇ મુંડી (ઉ.વ.૪૫ રહે.અજાબ ગામ વાલ્મીકીવાસ,જુના રામમંદીર પાસે દરબાર પાટી તા.કેશોદ)એ ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.3ના રોજ રાત્રીના સમયે વાલ્મીકીવાસ, જુના રામમંદીર પાસે દરબાર પાટી અજાબ ગામેં ફરીયાદીના ઘરની બાજુમા પોતાના કૂળદેવી પીઠડમાનો મઠ આવેલ જેનો તાળુ માર્યા વગરનો દરવાજો ખોલી તસ્કરોએ અંદર પ્રવેશ કરી મઠમા માતાજીને ચડાવેલ ચાંદીના નાના મોટા છતર આશરે ૨૦૦ જેની કી.રૂ.૭૫,૦૦૦ તથા સોનાના ત્રણ નાના છતર જેની કી.રૂ.૪૦,૦૦૦ એમ કુલ કીમત રૂ.૧,૧૫૦૦૦ એક લાખ પંદર હજારની ચોરી કરી ગયા હતા.