સગીરાને બે શખ્સોએ હવસનો શિકાર બનાવી ભાઈને પતાવી દેવાની ધમકી આપી

વીસાવદરમાં બનેલી ઘટનામાં દુષ્કર્મની સાથે એટ્રોસીટીની ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના વીસાવદરમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવી છે. જેમાં બે શખ્સોએ સગીરાને હવસનો શિકાર બનાવી તેણીના ભાઈને પતાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવમાં દુષ્કર્મની સાથે એટ્રોસીટીની ફરિયાદ નોંધાઈ છે.

વીસાવદર પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વિસાવદરમાં રહેતી સગીરાએ આરોપીઓ વિજય રામભાઇ બગડા, વિજય કાળાભાઇ મકવાણા સામે ફરિયાદ નોંધાવી છે કે,આશરે પાંચેક મહીના તથા ત્રણેક મહીના પહેલાના દીવસે આરોપીઓએ સગીરાને હવસનો શિકાર બનાવી હતી. જેમાં આરોપીઓએ ફરીયાદીની ઇચ્છા અને સંમતી વિરૂધ્ધ જબરદસ્તીથી અવારનવાર બે વખત શરીરસંબધ બાંધી બળાત્કાર કરી ફરીયાદી તથા ફરીયાદીના નાનાભાઇને જાનથી મારી નાખવાની ધાક ધમકીઓ આપી હતી.આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે બન્ને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.