જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આંતર કૃષિ મહાવિદ્યાલય સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન

જૂનાગઢ : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાઓની આંતર કૃષિ મહાવિદ્યાલય સાંસ્કૃતિક સ્પર્ધાઓનું કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયના દ્રારા યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતે યોજવામાં આવી હતી. આ આંતર મહાવિદ્યાલય સાંસ્કૃતિક સ્પર્ધાના વિવિધ ઇવેન્ટ જેમકે નાટક, મોનો એક્ટિંગ, માઈમ તેમજ લોક નૃત્યમા જૂનાગઢકૃષિ યુનિવર્સિટીની પાંચ વિદ્યાશાખાઓના કુલ ૧૮૦ જેટલા સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ સાંસ્કૃતિક સ્પર્ધાના ઉદ્ઘાટન સમારોહના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. એન. કે. ગોટીયા, લોક સાહિત્યકાર અમુદાનભાઈ ગઢવી,વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિના નિયામક ડો. વી.આર. માલમ, વિવિધ વિદ્યાશાખાના આચાર્યઓ ડો. એચ. ડી. રાંક,ડો. ડી. કે. વરૂ, ડો. સી. ડી.લખલાણી, સહ સંશોધન નિયામક ડો. પ્રમોદ મોહનોટ અને કૃષિ ઈજનેરી મહાવિદ્યાલયના જીમખાના ચેરમેન ડો. સંજય ચોલેરા દ્વારા દીપ પ્રાગટ્યથી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. આ સમારોહમાં ડો. એચ.ડી. રાંક દ્વારા સ્વાગત પ્રવચન, લોકસાહિત્યકાર અમુલદાનભાઈ ગઢવીએ તેમની શૈલીમાં ઉદબોધન કર્યુ હતુ. આ સમારોહના અધ્યક્ષ અને કુલપતિ ડો. એમ. કે. ગોટીયા એ ઉપસ્થિત સ્પર્ધકોને સ્પોર્ટ્સમેન સ્પિરીટથી સાંસ્કૃતિક સ્પર્ધાઓમાંથી ભાગ લઈતેમનું કૌશલ્ય બતાવવા હાંકલ કરી હતી. કાર્યક્રમના અંતે જીમખાના ચેરમેન ડો. સંજય ચોલેરા એ આભાર દર્શન કરેલ.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સાંસ્કૃતિક કમિટીના કન્વીનર ડો. પરેશ ડાવરા, પ્રો. ધવલ થાનકી, પ્રો. સાગર કેલૈયા અનેપ્રો. બંસીબેન દેવાણી તેમજ કૃષિ ઈજનેરી કોલેજના જીમખાના સ્ટાફ મીતેશ દવે, પ્રતિક પંડયા, વિપુલભટ્ટ વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓને અંતે વિજેતાઓનો ઈનામ વિતરણનો સમારોહ યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલનપ્રો.બંસીબેન દેવાણી તેમજ કૃષિ ઈજનેરી વિદ્યાશાખાના યુજી અને પીજી વિદ્યાર્થીઓદ્વારા કરવામાં આવેલ હતુ.