યુક્રેનમાં ફસાયેલા જૂનાગઢના વડાલ ગામના વિદ્યાર્થીની ઘરવાપસી

યુક્રેનથી ભારત પરત આવવા માટે ત્રણ-ત્રણ દિવસ સુધી કપરી પરિસ્થિતિનો સામનો કર્યો હોવાનો દાસ્તાન વર્ણવી

જૂનાગઢ : યુક્રેનમાં ફસાયેલા જૂનાગઢનો વધુ એક વિદ્યાર્થી હેમખેમ ઘરે પરત આવ્યો છે.આ વિદ્યાર્થીએ યુક્રેનથી ભારત પરત આવવા માટે ત્રણ-ત્રણ દિવસ સુધી કપરી પરિસ્થિતિનો સામનો કર્યો હોવાનો દાસ્તાન વર્ણવી હતી. કપરી પરિસ્થિતિ વચ્ચે ઘરે હેમખેમ પરત આવતા તેના પરિવારમાં ખુશીની લહેર દોડી ગઈ છે.

યુક્રેનમાં ફસાયેલો જૂનાગઢના વડાલ ગામનો અજય બાબરીયા નામનો વિદ્યાર્થી આજે સહી સલામત રીતે ઘરે પહોંચ્યો છે. તે યુક્રેનના ટરનોપીલ શહેરમાં એમ બી બી એસ ના ચોથા વર્ષ માં અભ્યાસ કરતો હતો. કપરી પરિસ્થિતિમાં યુક્રેનથી ભારત સલામત રીતે પહોંચાડવા બદલ આ વિદ્યાર્થીએ ભારત સરકારનો માન્યો આભાર છે. આ વિદ્યાર્થીએ જણાવ્યું હતું ક્રે, યુક્રેનમાં યુદ્ધ થતા ગત તા.26 ના રોજ ભારત આવવા માટે રોમાનીયા બોડર જવા નીકળ્યા હતા અને વચ્ચે સિરિયત બોર્ડર ઉપર ત્રણ દિવસ રોકાણ કર્યું પણ ત્યાં ખાવા-પીવાની કોઈ સુવિધા હતી નહિ. એટલે ત્રણ ત્રણ દિવસ કપરી મુસીબતોનો સામનો કર્યો પછી રોમાનિયા બોડર ઉપર પહોંચતા ભારત સરકારની મદદ મળવાથી હેમખેમ પરત આવ્યો છે.