ભાગીદારીમાં મચ્છીનો ધંધો કરવાની ના પાડતા મહિલા ઉપર હુમલો

ચોરવાડના મચ્છી માર્કેટ વિસ્તારમાં થયેલી મારામારી મામલે એક શખ્સ સામે ફરિયાદ

જૂનાગઢ : ચોરવાડના મચ્છી માર્કેટ વિસ્તારમાં ભાગીદારીમાં મચ્છીનો ધંધો કરવાની ના પાડતા મહિલા ઉપર હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં મહિલાના હરીફ ધંધાર્થીએ અગાઉના ઝઘડાનો ખાર રાખી હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ચોરવાડ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી દક્ષાબેન ગોવિંદભાઇ સેવરા (ઉ.વ.૪૨ રહે.ચોરવાડ,
મચ્છીમાર્કેટનીબાજુમા તા.માળીયા હાટીના) એ આરોપી હરેશ રૂડાભાઇ સેવરા (રહે.ચોરવાડ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી તથા આરોપી એકસાથે મચ્છીનો ધંધો કરતા હોય અને બે-ત્રણ મહીના પહેલા બંન્નેને ઝઘડો થતા બન્ને અલગ થઇ ગયેલ હોય જેનું આરોપીએ મનદુખ રાખેલ હોય અને સાહેદ ફરીયાદીને સમાધાન કરવા માટે સમજાવતા હતા.તેવામાં આરોપી ત્યાં આવેલ અને ફરીયાદીને પોતાની સાથે સમાધાન કરવાનુ કહી સાથે મચ્છીનો ધંધો કરવાનુ કહેતા ફરીયાદીએ ના પાડતા આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો કાઢી ઢીકાપાટુનો મુંઢ માર મારી છરી જેવુ કંઇક હથિયાર વડે ફરીયાદીને ડાબા હાથે ઉપરના ભાગે એક ઘા મારી જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી.