અમારા માભા પ્રમાણે તું કરીયાવર લાવી નથી જેથી નોકરાણીની જેમ ઘરમા રહેવુ પડશે કહી પરિણીતાને કાઢી મૂકી

હાલ જૂનાગઢમાં રહેતી પરિણીતાએ તેના રાજકોટમાં રહેતા પતિ અને સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી

જૂનાગઢ : હાલ જૂનાગઢમાં રહેતી પરિણીતાએ તેના રાજકોટમાં રહેતા પતિ અને સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં અમારા માભા પ્રમાણે તું કરીયાવર લાવી નથી જેથી નોકરાણીની જેમ ઘરમા રહેવુ પડશે કહી તેમ કહી પતિ અને સાસરિયાએ ત્રાસ આપી પરિણીતાને તેની બાળકી સાથે પહેરે કપડે ઘરમાંથી કાઢી મૂકી હતી.

જૂનાગઢના મહીલા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી પ્રીયંકાબેન હિતેશભાઇ ચોહાણ (ઉ.વ.૨૨ રહે.રાજકોટ જામનગર રોડ ફરસાણા નગર શેરી ન.૧૦ કાવેરી કોમ્પલેક્ષની બાજુમા હાલ જુનાગઢ ગાંધીગ્રામ સીધી સોસાયટી નાલંદા વિધાલય પાછળ અશોકભાઇ ભાણજીભાઇ વાઢેરના ઘરે) એ આરોપીઓ હિતેશભાઇ રમેશભાઇ ચોહાણ (પતિ), રમેશભાઇ જીવાભાઇ ચોહાણ (સસરા), વિજયાબેન રમેશભાઇ ચોહાણ (સાસુ), ધર્મેશભાઇ રમેશભાઇ ચોહાણ (જેઠ-રહે બધા રાજકોટ ફરસાણાનગર શેરી ન.૧૦ જામનગર રોડ કાવેરી કોમ્પલેક્ષની બાજુમા) સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદી બેનને તેના પતિ તથા સાસુ સસરા તથા તેના જેઠ એમ બધાએ કરીયાવર બાબતે મેણાટોણા બોલી તથા અમારા માભા પ્રમાણે કરીયાવર લાવેલ નથી જેથી નોકરાણીની જેમ ઘરમા રહેવુ પડશે તેમજ જમવાનુ પણ બરાબર આપતા નહી તેમજ લગ્ન બાદ તેના માવતરના ઘરે જવા દીધેલ નહી અને ગાળો બોલી તેના પતિએ મારકુટ કરી શારીરીક માનસીક દુખત્રાસ આપી ફરીયાદીને તેની નાની બાળકી સાથે પહેરેલ કપડે,તેના માવતરના ઘરના દાગીના રાખી લીધેલ ઘરમાંથી મોકલી આપી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.