વડાલગામ બસ સ્ટેશનમાં વિદેશી દારૂ સાથે યુવક પકડાયો

દારૂ પૂરો પાડનાર એક શખ્સનું નામ ખુલ્યું

જૂનાગઢ : જૂનાગઢ તાલુકાના વડાલગામ બસ સ્ટેશનમાં વિદેશી દારૂ સાથે યુવક પકડાયો છે અને દારૂ પૂરો પાડનાર એક શખ્સનું નામ ખુલ્યું છે.

વડાલગામ બસ સ્ટેન્ડની અંદર ગઈકાલે અમીન વલીભાઇ ઠેબા (ઉ.વ. 22)ને ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની શીલપેક 1 બોટલ બોટલ સાથે પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસે રેઇડ દરમ્યાન કુલ કિ.રૂ. 5400નો મુદામાલ કબ્જે કર્યો છે. તથા આ દારૂનો જથ્થો મજેવડી ગામના મયુર હીરપરા પટેલ એ પુરો પાડ્યો હોવાનું ખુલતા જુનાગઢ તાલુકા પોલીસ મથકમાં બંને શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.