માળિયાના વીરડી ગામેથી ૧૬ વર્ષની સગીરા ગુમ

જૂનાગઢ : માળિયા હાટીના વીરડી ગામે રહેતી ૧૬ વર્ષ ૭ મહિનાની સગીરા તા.૨૫/૦૨/૨૦૨૨ના રોજ માળિયા ખાતેથી ગુમ થઇ છે. સગીરાની ઉંચાઇ ૪.૫ ફુટ, બાધો પાતળો અને રંગ ઉજળો છે. આ સગીરાની કોઇને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા માળિયા પોલીસે જણાવ્યું છે.