મહિલાને તલવારના ઘા ઝીંકી ખૂની હુમલો

મેંદરડાના સાસણ ગામેં બનેલા બનાવમાં એક શખ્સ સામે ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : મેંદરડાના સાસણ ગામેં કોઈ કારણસર મહિલાને તલવારના ઘા ઝીંકી ખૂની હુમલો કરાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે મહિલાના પિતાએ એક શખ્સ સામે ખૂની હુમલાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મેંદરડા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી સકરમહમદ દોસ્તમહમદ બ્લોચ (ઉ.વ.૬૦ રહે.સાસણ દેના બેંક પાસે તા.મેંદરડા જી.જુનાગઢ)એ આરોપી શબીરભાઇ ઉર્ફે સુખો ગુલમહમદભાઇ બ્લોચ (ઉ.વ.૩૫ રહે.સાસણ ગામ નદીકાંઠા વિસ્તાર તા.મેંદરડા) ગઈકાલે મેંદરડાના સાસણ ગામેં આરોપીએ ફરીયાદીની દીકરી હલીમાબેન ઉ.વ.૩૫ વાળીને કોઇપણ કારણોસર શરીરે તથા માથામાં તથા બંન્ને હાથમાં તથા નાકમાં તથા બંન્ને ગાલમાં તલવાર વડે ગંભીર તથા જીવલેણ ઘા મારી ખૂની હુમલો કર્યો હતો.પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.