વંથલી તાલુકાના બાલોટ ખાતે બહેનોને કાયદાકીય જાગૃતિ અંગે માર્ગદર્શન અપાયું

વંથલી તાલુકાના બાલોટ ખાતે બહેનોને કાયદાકીય જાગૃતિ અંગે માર્ગદર્શન અપાયુ

જૂનાગઢ : વંથલી તાલુકાના બાલોટ ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત બહેનોને કાયદાકીય જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી મારફત કામકાજના સ્થળે જાતીય સતામણી અટકાવ, પ્રતિબંધ, ફરિયાદ નિવારણ અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત સેમિનારનું આયોજન વંથલી તાલુકાના બાલોટ ખાતે મહિલા કર્મચારીઓ માટે કાયદાકીય જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં બહેનોને કાર્ય સ્થળ પર સરકારશ્રીના કાયદા કઇ રીતે ઉપયોગી થઇ શકે અને આવી સમસ્યાઓમાં બહેને સરકારશ્રીનો આ કાયદો કઇ રીતે ઉપયોગી બની શકે તેની સમજ આપવામાં આવી હતી