શિવરાત્રી મેળા દરમિયાન જૂનાગઢ એસ.ટી.વિભાગને એકસ્ટ્રા બસ સંચાલનથી રૂા.૧.૧૫ કરોડની આવક

જૂનાગઢ : મહાશિવરાત્રી મેળા દરમિયાન તા.૨૫/૦૨/૨૦૨૨ થી તા.૦૧/૦૩/૨૦૨૨ સુધીના દિવસમાં મુસાફરોની અવર જવર વધારે પ્રમાણ હોય જે ધ્યાને લઇ મુસાફરોને સવલત મળી રહે તે માટે જૂનાગઢ વિભાગ દ્વારા જૂનાગઢ થી સુરત,અમદાવાદ,ભૂજ,રાજકોટ,જામનગર,ભાવનગર,સોમનાથ,દ્વારકા,મહુવા,સાવરકુંડલા,અમરેલીના માર્ગ પર કુલ ૩૦૦ મોટા વાહનો તથા જૂનાગઢ થી ભવનાથ મુસાફરોને જવા આવવા માટે કુલ ૫૦ મીની વાહનોનું કુલ ૩,૪૧,૦૨૩ કી.મી.નું એકસ્ટ્રા સંચાલન તેમજ ૨,૩૧,૪૩૮ મુસાફરોનું વહન કરી રૂા.૧,૧૫,૪૩,૬૨૭ રૂપિયાની આવક મેળવેલ છે. તેમ વિભાગીય નિયામકશ્રી જી.ઓ.શાહની યાદીમાં જણાવાયું છે.