મજૂરી કામેથી ઘરે પરત આવતા શ્રમિકને બાઈક પરથી પછાડી લાકડી ફટકારી

ભેસાણ નજીક બનેલા બનાવમાં એક શખ્સ સામે એટ્રોસીટી એક્ટ હેઠળ ગુન્હો દાખલ

જૂનાગઢ : ભેસાણ નજીક મજૂરી કામેથી ઘરે પરત આવતા શ્રમિકને બાઈક પરથી પછાડી લાકડી ફટકારી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે એક શખ્સ સામે એટ્રોસીટી એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ભેસાણ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રાકેશભાઇ હીમંતભાઇ સોલંકી (રહે.ખંભાળીયા તા.ભેસાણ) એ આરોપી કાંતીભાઇ કલ્યાણભાઇ રામાણી રહે.(ખંભાળીયા તા.ભેસાણ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીના પત્ની મિતલબેન મજુરી કામ અર્થે જતા હોય ત્યારે આરોપીએ રસ્ત મા તેને જ્ઞાતી વિશે હડઘુત કરી ન બોલવાના શબ્દો બોલેલ હોય જે વાત ફરીયાદીને કહેતા આ બાબતે ફરીયાદીએ આરોપી સાથે વાતચીત કરતા બંન્ને વચ્ચે બોલાચાલી થયેલ જેનૂ મનદુખ રાખી ફરીયાદી કારખાનેથી મજુરી કામ કરી રાત્રીના એકાદ વાગ્યાના અરસામા પરત પોતાની ઘરે જતા હોય ત્યારે રસ્તામા આરોપીએ ફરીયાદીની રોકી જેમ ફાવે તેમ ગાળો આપી ફરીયાદીની મોટર સાયકલમા પાટુ મારી નીચે પછાડી દઈ લાકડી વડે વાસના ભાગે માર મારી જ્ઞાતી પ્રત્યે હડધુત કર્યા હતા.