બહારના રાજ્યોમાંથી ખોટી બીલટીના આધારે જૂનાગઢમાં ટ્રક ભરીને ઘુસાડાતો 12 લાખનો દારૂ ઝડપાયો

ઉમટવાડાથી વધાવી તરફ રસ્તે તલીયાધર ફનટક પાસે મજેવડી નજીક દારૂના કટીંગ વખતે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ ત્રાટકી, ચાર ફરાર

જૂનાગઢ : ઉમટવાડાથી વધાવી તરફ રસ્તે તલીયાધર ફનટક પાસે મજેવડી નજીક દારૂના કટીંગ વખતે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ ત્રાટકી હતી અને પોલીસે બહારના રાજ્યોમાંથી ખોટી બીલટીના આધારે જૂનાગઢમાં ટ્રક ભરીને ઘુસાડાતો 12 લાખનો દારૂને ઝડપી.લીધો હતો.જો કે ટ્રક ચાલક તથા દારૂ મોકલનાર અને દારૂ મંગાવનાર સહિત ચાર આરોપી પોલીસની હાથમાં આવ્યા ન હતા.

જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગઈકાલે બાતમીના આધારે જુનાગઢ તાલુકાના ઉમટવાડાથી વધાવી તરફ રસ્તે તલીયાધર ફનટક પાસે મજેવડી નજીક બહારના રાજ્યોમાંથી ટ્રકમાં વિદેશી દારૂ ભરીને આવ્યો હોય તેના કટીંગ વખતે જ ત્રાટકી હતી અને પોલીસે ટ્રક નં. MH-46-AF-7790 માં વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલ તથા બીયર ટીન મળી કુલ બોટલ/ટીન નં. ૪૦૩૭ કિ.રૂ.૧૨,૫૪,૮૦૦ તથા ટ્રક કિ.રૂ.૧૦,૦૦,૦૦૦ તથા બીલટી તથા ટ્રકની ફાઇલ મળી કુલ કિ.રૂ.૨૨,૫૪,૮૦૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસની તપાસ ટ્રક ડ્રાઇવર દ્રારા અન્ય રાજયમાંથી ગુજરાત રાજયમાં બનાવટી બીલટી આધારે વિદેશી દારૂની હેરફેર કરી બનાવ સ્થળ સુધી પહોંચાડયો હોવાનું ખુલતા ફરાર થયેલા આરોપીઓ ટ્રક નં MH-46-AF-7790નો ચાલક, ધીરેન ઉર્ફે ડીકે અમૃતલાલ કારીયા લોહાણ રહે.જુનાગઢ, ભુપત ઉર્ફે વિપુલ કડી સુરાભાઇ સુત્રેજા મેર રહે. ધંધુસર તા.વંથલી, વિદેશી દારૂ જથ્થો મોકલનાર અજાણ્યા ઇસમો તથા તપાસમાં ખુલ્લે તે તમામ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.