જૂનાગઢ નજીક મહિલાને પાછળથી ટક્કર મારી બાઈક ચાલક ફરાર

જૂનાગઢ : જૂનાગઢ નજીક મહિલાને પાછળથી ટક્કર મારી બાઈક ચાલક ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હેમાબેન મુનીન્દ્ભાભાઇ રાજગુરુ (ઉ.વ.૫૨ રહે રાયજીબાગ બ્લોક નં. 6 ૩૨૫ શેરી નં ૧૧ જુનાગઢ) એ ફરિયાદ નોંધાવી હતી કે,ગઈકાલે સવારના સાડા છએક વાગ્યાના અરસામા મામલતદાર ઓફીસની સામે લાલબાગ પાસે રોડ ઉપર જુનાગઢ પાસે આરોપી જીજે. ૧૧ સીઇ ૧૬૭૯ નબરના બાઇકના ચાલકે પોતાનું બાઈક પુરઝડપે તેમજ બેફીકરાઇભરી રીતે ચલાવી આવી ફરીયાદીના બાઈકને પાછળ ભટકાવી ઇજાઓ કરી નાસી છૂટ્યો હતો.