ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની સેમેસ્ટર-1ની પરીક્ષાના પાંચમાં દિવસે 3 કોપીકેસ

ત્રણ સેશનમાં કુલ 81 કેન્દ્રો ઉપર કુલ 31175 વિદ્યાર્થીઓમાંથી 901 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા

જૂનાગઢ : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ દ્વારા લેવાઈ રહેલી સેમેસ્ટર -1ની પરીક્ષામાં પાંચમા દિવસે આજે ત્રણ કોપી કેસ નોંધાયા હતા.

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ દ્વારા આજરોજ વિવિધ ૮૧ કેન્દ્રો ઉપર સેમેસ્ટર-૧ ની પરીક્ષાના પાંચમાં દિવસે બી.એ., બી.એ. (હોમ સાયન્સ), બી.કોમ., બી.એસસી., બી.એસસી.(હોમ સાયન્સ), બી.બી.એ., બી.આર.એસ.ની પરીક્ષામાં કુલ ૩૧૧૭૫ વિદ્યાર્થીઓમાંથી ૯૦૧ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતાં.
દિવસ દરમ્યાન ત્રણ સેશનમાં લેવાયેલ પરીક્ષાના પાંચમાં દિવસના અંતે જૂનાગઢ તથા મેંદરડા ખાતે કુલ ૩ કોપીકેસ નોંધાયા હતાં. જેમાં ઝુલોજી વિષયમાં ૧ અને કોમર્સમાં ૨ કોપીકેસ નોંધાયા હતાં.

વિવિધ પરીક્ષા કેન્દ્રો ઉપર અનુભવી પ્રાધ્યાપકોની સ્ક્વોડ, ફ્લાઈંગ સ્કવોડ તથા યુનિવર્સિટી ખાતેથી CCTV દ્વારા ઝીણવટભર્યું મોનીટરીંગ કરવામાં આવી રહ્યુ છે.