દુકાનમાં ખરીદી કરવા ગયેલા મામા-ભાણેજને કારચાલકે હડફેટે ચડાવ્યા

કેશોદના આબાવાડીમાં ભવાની ડ્રેસીસ નામની દુકાનમાં અકસ્માતના બનાવમાં કારચાલક સામે ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : કેશોદના આબાવાડી રમેશ બુકસ્ટોર સામે આવેલ ભવાની ડ્રેસીસ નામની દુકાનમાં ખરીદી કરવા ગયેલા મામા-ભાણેજને કારચાલકે હડફેટે ચડાવતા બન્નેને ઇજા થઇ હતી. આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે કારચાલક સામે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

કેશોદ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રૂપલબેન રાજેશભાઇ પરમાર (ઉ.વ ૩૩ રહે.કેશોદ આબાવાડી બગીચા પાસે તા.કેશોદ) એ અલ્ટ્રો ફોરવ્હીલ નં. જીજે ૦૧ એચએન ૩૪૭૧ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા ૨૭ના રોજ ફરીયાદી તથા તેનો ભાઇ તેમજ ફરીયાદીની બન્ને દિકરીઓ સાથે કેશોદ આબાવાડીમાં ભવાની ડ્રેસીસ નામની દુકાનમાં ખરીદી કરવા ગયેલ તે દરમ્યાન એક અજાણ્યા અલ્ટ્રો.ફોરવ્હીલ નં. જીજે.૦૧.એચ.એન.૩૪૭૧ નો ચાલકએ એકદમ ઝડપથી ચલાવી રોડ ઉ૫ર એક મોટર સાઇકલના ચાલકને હડફેડે લઇ દુકાનમા અંદર સુધી ચલાવી દિકરી હિર તથા ફરીયાદીના ભાઇ જયસુખને હડફેડે લઇ શરીરે ગંભીર ઇજાઓ કરી હતી.