રૂ.૧૦૫૦૦ ની કિંમતની જાલી નોટો સાથે કોટડા સાંગાણીનો યુવાન ગિરફ્તાર

ભવનાથમાં ભારતી બાપુના આશ્રમ પાસે નકલી નોટો ધાબડી દેવાના ઇરાદે ફરતા શખ્સને પોલીસે દબોચી લીધો

જૂનાગઢ : ભવનાથમાં ભારતી બાપુના આશ્રમ પાસે નકલી નોટો ધાબડી દેવાના ઇરાદે એક શખ્સ ફરતો હોવાની બાતમીના આધારે પોલીસે ત્યાં ત્રાટકીને રૂ.૧૦૫૦૦ ની કિંમતની જાલી નોટો સાથે કોટડા સાંગાણીનો યુવાનને ઝડપી લીધો હતો.આ આરોપી સામે જાલી નોટો બજારમાં ઘુસાડવાના ઇરાદે નકલી નોટો બનાવીને દેશના અર્થતંત્રને ખોખલું કરવા માટે આ કૃત્ય કર્યું હોવાનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

ભવનાથ એસઓજી પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે ભારતી બાપુના આશ્રમ પાસે ચકડોળ પાસે ભવનાથ જુનાગઢ ખાતે નરેન્દ્ર પાંચાભાઇ રામોલીયા (ઉ.વ.૩૩ રહે.અનીડા વાછરા તા.કોટડા સાંગાણી જી.રાજકોટ) ને જાલી નોટો સાથે ઝડપી લીધો હતો. જેમાં આરોપીએ રૂા.૫૦૦ના દરની ભારતીય ચલણની બનાવટી નોટો નંગ-૨૧ રૂા.૧૦૫૦૦ ની બનાવી બનાવડાવી નકલી નોટો મેળવી નકલી હોવાનું જાણવા છતા પોતાના કબજામાં રાખી બનાવટી નોટો બજારમાં વટાવવા અને દેશના અર્થતંત્રને ખોખલુ કરવાના ઇરાદા બનાવટી નોટો સાથે રાખી મળી આવતા પોલીસે તેની સામે ગુન્હો નોંધી આગળની તપાસ પીઆઇ એચ.આઇ.ભાટી અને પીએસઆઇ એમ.સી.ચુડાસમા ચલાવી રહ્યા છે.