માણાવદરના ગળવાવ ગામ પાસે બે બાઈક વચ્ચેની ટક્કરમાં એક ઘાયલ

જૂનાગઢ : માણાવદરના ગળવાવ ગામના ફાટક ઉપર રોડ ઉપર ગત તા.૨૬ના રોજ વિજાણંદભાઇ ઉર્ફે વિજયભાઇ મેઘજીભાઇ રાઠોડ (ઉ.વ.આશરે-૪૫ રહે.સુલતાનાબાદ (ખાંભલા) તા.માણાવદર જી.જુનાગઢ) પોતાનાં હવાલાના બાઈક લઇને રોડની સાઇડમાં ઉભેલ હોય તે દરમ્યાન આરોપીએ પોતાના હવાલાના મોટર સાઇકલ નંબર-GJ-25-AC-2426ને પુરઝડપે અને બેફિકરાઇ ભરી રીતે ચલાવી ફરીયાદીના બાઈક સાથે ભટકાવી ફરીયાદીને પછાડી દઇ સાથળનાં ગોળાનાં ભાગે ઇજા કરી નાશી છૂટ્યો હતો.આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.