શિવરાત્રી પૂર્વે ભવનાથ મહાદેવની પૂજા કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

દેશ – રાજ્યના વિકાસ માટે ભોળાનાથ સમક્ષ પ્રાર્થના

જૂનાગઢ : રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે જુનાગઢમાં ગિરનાર ભવનાથ તળેટી ખાતે આવી પહોંચ્યા હતા અને તેઓએ ભગવાન ભોળાનાથ સમક્ષ શીશ ઝુકાવીને ગુજરાત તથા ભારતના વિકાસ માટે પ્રાર્થના કરી હતી. આ તકે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે,ભારતના વિકાસ માટે હું પણ કાંઈક યોગદાન આપી શકું તે માટે આશીર્વાદ લેવા આવ્યો છું

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું આજે જૂનાગઢના ભવનાથમાં આગમન થયું હતું. મુખ્યમંત્રી પોતાના કાફલા સાથે આવી પહોંચતા તેમનું સાધુ સંતોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીએ ભવનાથ મહાદેવની કરી પૂજા અર્ચના કરી ગુજરાત અને ભારતના વિકાસ માટે આશીર્વાદ મેળવ્યા હતા. જેમાં મહંત હરિગીરીબાપુએએ મુખ્યમંત્રીને પૂજા કરાવી હતી. મુખ્યમંત્રીની સાથે સાંસદ રાજેશ ચુડાસમા પણ હાજર રહ્યા હતા.

આ તકે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પેટલે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, આશ્રમમાં ભંડારો જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર ચાલુ છે. ભગવાનને પ્રાર્થના કરું કે આવી જ રીતે ભંડારો ચાલુ જ રહે અને નરેન્દ્ર મોદી ઉપર તમામ સાધુ સંતોના ખૂબ આશીર્વાદ છે. તેમજ નાનાં માણસોના કામ થાય તે ઉપર અમારી સરકાર કામ કરી રહી છે. આવતીકાલે શિવરાત્રી છે તે માટે હું પ્રાર્થના કરું છું અને ભારતના વિકાસ માં હું કાંઈક યોગદાન આપી શકું તે માટે હું આશીર્વાદ લેવા આવ્યો છું તેમ તેમણે જણાવ્યું હતું.જો કે મુખ્યમંત્રીના આગમનને પગલે સમગ્ર જિલ્લા પોલીસ એક્શન મોડ ઉપર આવીને સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી.