જૂનાગઢની ખલીલપુર ચોકડી પાસે કારમાં ઈંગ્લીશ દારૂની ડિલેવરી કરવા નીકળેલો બુટેલગર ઝડપાયો

જૂનાગઢ : જૂનાગઢ બી ડિવિઝન પોલીસે ગઈકાલે બાતમીના આધારે જૂનાગઢની ખલીલપુર ચોકડી પાસે કારમાં ઈંગ્લીશ દારૂની ડિલેવરી કરવા નીકળેલા આરોપી મેહુલ મનસુખભાઇ ગોંડલીયા (ઉ.વ.૨૯ રહે.કેશોદ ગણેશનગર બસ સ્ટેશન પાસે જી.જુનાગઢ) ને ભારતીય બનાવટની પરપ્રાતીંય ઇંગ્લીશ દારૂની પેટી નંગ-૦૬ કુલ બોટલ નંગ-૭૨ તથા છૂટક બોટલ નંગ ૦૭ કુલ દારૂની બોટલો નંગ ૭૯ કુલ કિ. રૂ.૭૦,૯૫૫ તથા સફેદ કલરની મારૂતિ સુઝુકી કંપનીની SX4 કાર જેના રજી નં-GJ – 11 – AB – 4967 વાળીની કિ.રૂ.૧,૫૦,૦૦૦ કાર તમામ મુદામાલની કિ.રૂ.૨,૨૦,૯૫૫ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.