વંથલી નજીક નાયલોન દોરીથી બાવળના ઝાડ સાથે લટકીને અજાણ્યા યુવાનનો આપઘાત

જૂનાગઢ : વંથલી નજીક નાયલોન દોરીથી બાવળના ઝાડ સાથે લટકીને અજાણ્યા યુવાને આપઘાત કરી લીધો હતો. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર કેશોદ જતા હાઇવે ઉપર અશોક લેય લેન્ડ સર્વિસ સ્ટેશન સામે પુલ નીચે વંથલી પાસે ગઈકાલે આશરે ૩૫ થી ૪૦ વર્ષની ઉંમરના અજાણ્યા યુવાને પોતાના ગળામા નાયલોન દોરીથી બાવળના ઝાડ સાથે લટકાઇ જઇ ગળાફાસો ખાઇ લેતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે અનીશ આમદ વાજાએ પોલીસે જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ મૃતદેહની નીચે ઉતારી પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી આ બનાવનું કારણ જાણવા અને મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.