અભ્યાસઅર્થે દૂર રહેતા પુત્ર વગર ન ગમતા માતાએ ઝેર પીને આયખું ટૂંકાવ્યું

વિસાવદરના સતાધારા રોડ પરા હનુમાન પરા વિસ્તારમાં બનેલી કરુણ ઘટના

જૂનાગઢ : વિસાવદરના સતાધારા રોડ પરા હનુમાન પરા વિસ્તારમાં રહેતી મહિલાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. જો કે આ બનાવની પોલીસની પ્રાથમિક તપાસમાં અભ્યાસઅર્થે દૂર રહેતા પુત્ર વગર ગમતું ન હોવાથી માતાએ ઝેર પીને આયખું ટૂંકાવ્યું હોવાનું બહાર આવ્યું છે.

વીસાવદર પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ચંપાબેન નવનીતભાઇ જીણાભાઇ વઘાસીયા (ઉ.વ ૪૦ રહે.હનુમાનપરા વીસાવદર) નામના મહિલાએ ગત તા.૨૩ના રોજ ઝેરી દવા પી લેતા તેણીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવની પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક બેનનો દીકરો મહેસાણા હોસ્ટેલમા અભ્યાસ કરતો હોય તેના વગર મૃતકને ફાવતુ ન હોય જેથી પોતાની મેળે ઝેરી દવા પીને આ અંતિમ પગલું ભરી લીધું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.