જૂનાગઢના કારખાનામાં ગ્રાઇંડર મશીનનો પાટ છટકતા શ્રમિકનું મોત

જૂનાગઢ : જૂનાગઢના કારખાનામાં ગ્રાઇંડર મશીનનો પાટ છટકતા શ્રમિકનું મોત નીપજ્યું હતું. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર આકાશ રાજુભાઇ (ઉ.વ ૧૮ રહે.હરેક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝ જુનાગઢ) નામનો શ્રમિક ગત તા.૨૨ના રોજ જૂનાગઢની રહે.હરેક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતો હતો. તે દરમ્યાન આ કારખાનાના ગ્રાઇંડર મશીનનો પાટ છટકતા તેને માથામા ઇજા થતા રાજકોટ સારવાર અર્થે ખસેડાયો હતો.જ્યાં તેનું ગત તા.૨૪ના રોજ મોત નીપજ્યું હતું. રાજકોટ તરફથી આ બનાવના કાગળિયા આવતા જૂનાગઢ પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.