તું અહીં કેમ સાફ સફાઈ કરે છે ? આ બધુ અમારૂ છે કહી આધેડને માર માર્યો

શીલના આંત્રોલી ગામે બનેલા બનાવમાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાના શીલના આંત્રોલી ગામે તું અહીં કેમ સાફ સફાઈ કરે છે ? આ બધુ અમારૂ છે તેમ કહી આધેડને બે શખ્સોએ માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

શીલ પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી જેન્તીભાઈ ડાયાભાઈ પરમાર (ઉ.વ.૪૫ રહે.આંત્રોલી તા.માંગરોળ હાલ રહે. કેશોદ ઈન્દીરાનગર રામાપીરના મંદિરની બાજુમાં તા.કેશોદ)એ આરોપીઓ કરશનભાઈ સકરાભાઈ પરમાર, અશોકભાઈ જીવાભાઈ પરમાર (રહે.બન્ને આંત્રોલી ગામ, તા.માંગરોળ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદી કેશોદ રહેતા હોય અને પોતાના જુના મકાન આંત્રોલી ગામે આવેલ હોય ત્યાં મકાનની સાફ સફાઈ કરવા આવેલ ત્યારે આરોપીઓએ મકાનનું જુનુ મનદુખ રાખી ફરીયાદી પાસે આવેલ અને ફરીયાદીને કહેલ કે તું અહીં કેમ સાફ સફાઈ કરે છે ? આ બધુ અમારૂ છે જેથી ફરીયાદીએ કહેલ કે આ જુનુ મકાન મારૂ છે તેમ કહેતા આ આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ ગાળો કાઢી શરીરે ઢીકા પાટુનો માર મારી તથા ફરીયાદીને લાકડાના ધોકા વડે શરીરે માર માર્યો હતો.