ચોરવાડ નજીક જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

જૂનાગઢ : ચોરવાડ પોલીસે ગઈકાલે બાતમીના આધારે સાતદેવળ પાસે ટાઉન એબીટ ચોરવાડ નજીક જાહેરમાં તીનપતી નામનો પૈસાની હારજીતનો જુગાર રમતા આરોપીઓ ભરતભાઇ ઉર્ફે ઘોરો બાબુભાઇ ચુડાસમા, નિતેશભાઇ દાનાભાઇ ભાલીયા, રાજુભાઇ કારાભાઇ પંડીતને રોકડા રૂ.૧૩૧૦૦ સાથે ઝડપી લીધા હતા.જ્યારે નાસી જનાર આરોપી હાસનભાઇ દાસાણીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.