જૂનાગઢમાં મકાનનો કબ્જો લેવા માટે કળયુગી કપાતરે પિતાને ફટકાર્યો

પુત્રએ માર મારતા ઇજા થતાં દવાખાને સારવાર લેવા જતી વખતે પણ પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી

જૂનાગઢ : જૂનાગઢમાં મકાનનો કબ્જો લેવા માટે કળયુગી કપાતરે પિતાને આડેધડ માર માર્યો હતો. એટલું જ નહીં પુત્રએ માર મારતા ઇજા થતાં દવાખાને સારવાર લેવા જતી વખતે પણ પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જુનાગઢ તાલુકા પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી સલીમભાઇ ઇબ્રાહીમભાઇ સીડા (ઉ.વ ૫૨ રહે યોગેશ્વર સોસાયટી કે.જી એન બ્લોક નં ૫૭) એ તેમના પુત્ર સમીર સલીમભાઇ સીડા (રહે યોગેશ્વર સોસાયટી) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીના દિકરા એવા આરોપી સમીરે ફરિયાદી પાસેથી મકાનનો કબ્જો લેવા સારૂ ઝગડો કરી બેફામ ગાળો કાઢી ફરીયાદીને શરીરે આડેધડ ઢીકાપાટુનો માર મારી ગળાના ભાગે નખ મારી બાદમાં ફરીયાદી દવાખાને જતા હતા. ત્યારે આડો પડી અવરોધ કરી ફરીયાદીને ઘરે આવીશ જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.