જૂનાગઢ PGVCL દ્વારા ભવનાથ તળેટી અને ગિરનાર સીડી પર વીજ ચેકીંગ હાથ ધરાયુ

અંબાજી મંદિરથી ગિરનાર સીડી સુધીના વિસ્તારમાંથી ૧૩ ગેરકાયદેસર વીજ જોડાણ પકડ્યા

જૂનાગઢ : જૂનાગઢ PGVCL ટીમ દ્વારા ભવનાથ વિસ્તાર અને ગિરનાર સીડી પર વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અંબાજી મંદિરથી ગિરનાર સીડી સુધીના વિસ્તારમાંથી ૧૩ ગેરકાયદેસર વીજ જોડાણ પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

જૂનાગઢ PGVCL ટીમ દ્વારા ભવનાથ વિસ્તાર તથા ગિરનાર સીડી પર જૂનાગઢ PGVCL ટીમો દ્વારા વીજ સાતત્ય જાળવવાના હેતુસર વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં PGVCL વિન્જીલન્સની ૪ ચેકીંગ ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.અંબાજી મંદિરથી તળેટી સુધીના સીડી વિસ્તારમાં આવેલા વીજ જોડાણો ચેક કરતા કુલ ૧૩ વીજ જોડાણ ગેરકાયદેસર પકડાયા હતા.આથી કુલ ૪ લાખના પુરવણી બીલો આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વીજચોરી કરતા લોકો લંગર નાખીને વીજ ચોરી કરતા હોવાથી અંબાજી મંદિર તરફ જતી વિજ લાઇનનો વીજ પુરવઠો વિક્ષેપ કરે છે.આ ચેકીંગ કાર્યવાહીમાં PGVCLના નાયબ ઇજનેર એચ.એમ.પરમાર,એસ.બી.ગોસ્વામી, બી.કે.કાતરિયા, તથા ડી.એસ.ચોટલિયા તથા ટેક્નીકલ સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.